પ્રસ્તાવના

સફળતા ના શિખરે સમાજ ની જીવાદોરી - સેતુ સમાજ સંદેશ


આદરણીય સમાંજ્બંધુઓ....

         સેતુ સમાજ સંદેશ એ આપણા સમાજ ને એક તાંતણે બાંધી રાખતી જીવાદોરી છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી.આ જીવાદોરી ને સમય જતા વધુ મજબૂતી આપવી એ આપણી ફરજ છે.જેથી કોઈ પણ વિધ્ન આ જીવાદોરી ને કાપી ના શકે. આજ ઉદેશ મારો તથા સેતુ સમાજ સંદેશ માટે કાર્ય કરી રહેલા મારા કાર્યક્ષમ મિત્રોનો છે.

         મિત્રો આપ સૌ જાણો જ છો કે, સેતુ સમાજ સંદેશએ ખુબ જ પ્રગતી કરેલ છે. એક સાદી ચોપડીમાંથી આજે ૮૦ પેજનો મલ્ટીકલર દળદાર અંક આપણે ખુબ જ નજીવી કિંમતે બહાર પાડી રહ્યા છીએ. એ ખરેખર આપણી સીધ્ધિ છે.વડીલોના આર્શીવાદ અને સમાજબંધુના સાથને લીધે આ શક્ય બન્યું છે. આજ પ્રગતિના પથ પર આપણે વધુ એક ડગલું ભરવા જઈ રહ્યા છીએ. જે સેતુ સમાજ સંદેશ ને એક સાચા અર્થમાં એક વૈશ્વીક રૂપ આપી દેશે.

         આપણે જો સાચા અર્થમાં પ્રગતિ કરવી હશે તો ટેકનોલોજીકલ ડેવલોપમેન્ટ બહુ જરૂરી છે.જે આપણે અત્યારે સેતુ સમાજ સંદેશને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ ઉપદેશને ધ્યાનમાં રાખીને આપણે સેતુ સમાજ સંદેશને ઓનલાઈન મૂકી રહ્યા છીએ.જેથી કરી દેશ-વિદેશમાં આપણા સમાજબંધુ કોઈ પણ ભાઈ-બહેન તેને સરળતાથી મેળવી શકે.

         સેતુ સમાજ સંદેશ ઈતિહાસમાં પ્રથમ વખત ઓનલાઈન નેટ પર લૌંચ થઇ રહ્યું છે જે આપણા સમાજ માટે ગૌરવની ક્ષણ છે હવેથી સેતુ સમાજ સંદેશ WWW.SETUSAMAJSANDESH.ORG આ વેબસાઈટ દ્વારા આપ બિલકુલ ની:શુલ્ક સેતુ સમાજ સંદેશ વાંચનનો લાભ લઇ શકશો.જે ખરેખર એક અભૂતપૂર્વ વિકાસશીલ પગલું છે અને મને ગર્વ છે કે આ અપ્રતિમ કાર્ય મારા અધ્યક્ષ પદ હેઠળ થઈ રહ્યું છે.

         આ પગલું લેવા માટે અમે એટલે કે સેતુ સમાજ સંદેશની કાર્યક્ષમ ટીમે ખુબ જ પરામર્શ કરેલ અને અંતમાં મહાસભાના પ્રમુખ શ્રી કુંવરજીભાઈ રણછોડભાઈ ટાંકની અનુમતિથી આ પગલું ભરેલ છે.

         મને વિશ્વાસ છે કે સફળતાના શિખર તરફ વધવા માટે ભરેલું આ નાનકડું પગલું સમાજબંધુઓને ખરેખર ઉપયોગી બની રહેશે.

         આપ સૌ સમાજ્બંધુઓને નમ્ર નિવેદન છે કે આપ આ વેબસાઈટનો ભરપુર લાભ લેશો અને સમાજ પ્રગતિમાં સહભાગી બનશો.

         જય સમાજ...

સ્વ. ભરતભાઈ વલમજીભાઈ વાઢેર
મુદ્રક ,પ્રકાશક અને માનદ તંત્રી,
સત્ર : ૨૦૦૩-૨૦૨૦
શ્રી વિજયભાઈ પ્રાગજીભાઈ પઢીઆર
અધ્યક્ષશ્રી, સેતુ સમાજ સંદેશ – અંજાર
સત્ર : ૨૦૧૪-૨૦૧૭
શ્રી હિતેશ ભોગીલાલ ચૌહાણ
અધ્યક્ષશ્રી, સેતુ સમાજ સંદેશ – અંજાર
સત્ર ૨૦૧૭-૨૦૨૦