ઇતિહાસ

સેતુ સમાજ સંદેશ ઇતિહાસ

         શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રીય સમાજ મહાસભાનું મુખપત્ર સેતુ સમાજ સંદેશ ઈન્ટરનેટ દ્વારા સમાજબંધુઓ ને મળી રહે એવા સફળ પ્રયત્નો આજે સાર્થક થઈ રહ્યા છે તે બદલ હર્ષ અનુભવું છું. મહાસભાના આદરણીય પ્રમુખ શ્રી કુંવરજીભાઈ રણછોડભાઈ ટાંક અને ટીમ મહાસભા દ્વારા થયેલ આ કાર્ય સમાજ ના ઇતિહાસમાં એક નવા અધ્યાયનો આરંભ કરી રહ્યું છે. જે માટે સેતુ સમાજ સંદેશના અધ્યક્ષ શ્રી વિજયભાઈ પ્રાગજીભાઈ પઢીઆર , તંત્રી શ્રી ભરતભાઈ વલમજીભાઈ વાઢેર અને સમગ્ર સંચાલન સમીતી અભિનંદન ને પાત્ર છે.

         આજે સમાજ ના દરેક ઘરોમાં પહોચતું સેતુ સમાજ સંદેશ અખિલ ભારતીય સ્તરે થતી સમાજની દરેક ગતિવિધિઓથી સમાજ બંધુઓને વાકેફ કરીં રહ્યુ છે.સમય સમય પર બદલાતા કલેવર ને કારણે આ મુખપત્ર આજે સમાજ્બંધુઓના ઘરોમાં ડ્રોઈંગહોલની શોભા બની રહ્યું છે. કોઈ મહેમાન ઘરે આવે અને હોલમાં સેતુ સમાજ સંદેશ ના જોવે તો તુરંત જ પૂછા કરે છે કે આપણે ત્યાં સેતુ સમાજ સંદેશ નથી આવતું ? આજ સેતુ સમાજ સંદેશની લોકપ્રીયતાની પારાશીશી છે.લોકો ને સામાજિક પ્રવુતિઓની જાણકારી ,મહાસભા દ્વારા થતી કાર્યવાહીઓ ,મહાસભાની નવરત્ન સમ વિવિધ સમીતીઓની પ્રવુતીઓ , ધટકો ના સમાચારો ,આરોગ્ય પ્રદલેખો ,સમાજની ૧૬ પ્રાદેશિક સમીતીઓની જાણકારીઓ ,યુવા વિભાગના સમાચારો ,મહિલા વિભાગના સમાચારો, સગપણ લાયક કુમાર – કુમારિકાઓની માહિતિ આપણું મુખપત્ર અવિરત પણે સમાજ બંધવોને પીરસતું રહ્યું છે. મિત્રો પોસ્ટની અનિયમિતતાને કારણે જેને સેતુ સમાજ સંદેશ નથી મળતું તેઓ ખુબ જ આતુરતા પૂર્વક એની રાહ જોવે છે અને તંત્રીશ્રી ને ફોન કરી પોતાનો ગુસ્સો ઠાલવે છે આ બતાવે છે કે સેતુ સમાજ સંદેશ સમયસર ન મળે તો સમાજ બાંધવો ને તેમનો ઉચાટ રહે છે આજે લગભગ પાંચ હજાર નકલો છપાઈને ઘેર ઘેર પહોચતું આપણું મુખપત્ર એ ઘણી તડકી છાયણી જોએલ છે .

         લગભગ ઈ.સ.૧૯૫૯ માં નવસારીમાં વસવાટ કરતા મૂળ અંજારના વતની અને વ્યવસાયે વૈધરાજ સ્વ.પ્રાગજીભાઈ મોનજીભાઈ રાઠોડે આ મુખપત્ર સમાજ સંદેશના નામે રજુ કરેલ અને મહાસભાની સ્થાપના સુધી તેઓ શ્રી તંત્રી અને માલિક પદે રહી સતત દર માસે સેતુ સમાજ સંદેશ છપાવી લોકોના ધેર ધેર પહોંચાડતા અને આ રીતે સમાજ ના અમુલ્ય સેવા કરતા હતા મહાસભાની સ્થાપના બાદ મહાસભામાં પણ તેઓ શ્રીએ મહત્વનું યોગદાન આપેલ અને જો મહાસભા સ્વીકારે તો સેતુ સમાજ સંદેશ મહાસભાને અર્પણ કરવા તૈયારી બતાવેલ ત્યારે તે સમયના સમાજના મહાસભાના પ્રમુખ સમાજરત્ન શ્રધ્ધેય સ્વ.હીરજીભાઈ ખીમજીભાઈ ચૌહાણે તેનો સહર્ષ સ્વીકાર કર્યો. ત્યારથી સેતુ સમાજ સંદેશ સમાજનું મુખપત્ર બન્યુ અને આ મુખપત્રના તંત્રી તરીકે પુના નિવાસી અને મહાસભાના એક વિચક્ષણ વ્યક્તિ તરીકે પોતાની અમુલ્ય સેવા આપનાર સ્વ.લાલજીભાઈ મુળજીભાઈ ગોહિલે તેનું તંત્રી પદ સ્વીકાર્યું. જે સતત ઈ.સ.૧૯૯૧ સુધીં સંભળ્યું અને સમાજ સંદેશના માધ્યમ થી સમાજ બાંધવો ની સેવા માં કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ ઈ .સ.૧૯૯૧ થી કુકમા નિવાસી સ્વ.નારણભાઈ માવજીભાઈ ચૌહાણે તંત્રી પદે રહી ઈ.સ. ૨૦૦૨ સુધી આજીવન સમાજ સેવા કરી અને ગમે તેવા પડકારો નો સામનો કરી આ મુખપત્રને નીયમિત પ્રકાશીત કરવામાં પોતાનું યોગદાન આપેલ તેઓના અવસાન બાદ અંજાર નિવાસી સ્વ.હરીલાલ ગોપાલજી ચૌહાણે લગભગ ચાર માસ કાર્યકારી તંત્રી તરીકે પોતાની સેવા આપેલ. આમ આ દિવંગત સમાજબાંધવો એ રાત-દિન એક કરી આ મુખપત્ર ને ચલાવવામાં પોતાનું યોગદાન આપેલ છે તે માટે આજે જ્યાંરે આપણે આ મુખપત્ર વેબસાઈટ પર ખૂલ્લું મૂકી રહ્યા છીએ ત્યારે આ બધા યુવા તંત્રીઓ સ્વ.પ્રાગજીભાઈ મોનજીભાઈ રાઠોડે –નવસારી, સ્વ. લાલજભાઈ મુળજીભાઈ ગોહિલે –પુના, સ્વ.નારણભાઈ માવજીભાઈ ચૌહાણ-કુકમા અને સ્વ.હરિલાલભાઈ ગોપાલજીભાઇ ચૌહાણે સેતુ સમાજ સંદેશ પરિવાર અને સમગ્ર ,મહાસભા વતી હાર્દિક શ્રધ્ધા સુમન અર્પણ કરીએ છીએ.

         સમાજ સંદેશ નિયમિત રીતે પ્રકાશિત થતું રહે અને લોકોના ઘરે પહોચતું રહે તે માટે તેના આર્થિક પાસાને પહોંચી વળવા આ મુખપત્રે ભૂતકાળમાં સતત સંઘર્ષ કરેલ છે. મહાસભાની મીટીંગોમાં દર વર્ષે હિસાબ રજૂ થાય અને મહાસભા સન્માનિય વડીલો ગમેં તેમ કરી અને સમાજ સંદેશનો તોટાળો પૂરો કરી સમાજ સંદેશના આર્થિક ખર્ચને સરભર કરી ગમે તે ભોગે મુખપત્ર ચાલુ રહે તેવા પ્રયત્નો કરેલ છે. તે બદલ આ સ્થળેથી આવા સન્માનીય વડીલોને પણ હૃદય પૂર્વક નમન કરીએ છીએ. ઈ.સ. ૧૯૯૭ માં મહાસભા તત્કાલીન પ્રમુખ સમાજ માતૃ શ્રી સ્વ.ભાનુમાના પ્રયાસોથી સેતુ સમાજ સંદેશના તંત્રીને મદદરૂપ થવા સલાહકાર સમીતીનું પણ ગઠન કરવામાં આવેલ અને ઈ.સ.૨૦૦૨ થી સેતુ સમાજ સંદેશ ને પગભર કરવા અને તોટાળો ઓછો કરવા તથા તંત્રીશ્રી ને મદદરૂપ થવા સેતુ સમાજ સંદેશ સંચાલન સમિતીબનાવવા માં આવી. જે આજ પર્યંત કાર્યરત છે સાથે સાથે ઈ..સ. ૨૦૦૨ થી સરહદ ના સંત્રી અને નિવૃત ફોજી શ્રી ભરતભાઈ વલમજીભાઈ વાઢેર-અંજાર એ સ્વેચ્છાએ સમાજ સંદેશનું તંત્રી પદ સ્વીકાર્યું અને આજ પર્યત એને બખૂબી નિભાવ્યું છે. અને સેતુ સમાજ સંદેશ ના વહીવટને સરળ બનવવા ખુબ જ પરિશ્રમ વેઠીને આજના સ્તરે પહોચાડેલ છે. સાથે સાથે દર વર્ષે સેતુ સમાજ સંદેશના તોટાળા ને પહોચી વળવા સમય સમય પર લવાજમ અને શુભેચ્છા જાહેરત શુલ્ક વધારવાના કઠોર નિર્ણય લેવા પડેલ છે. આ માટે શરૂઆતમાં ૨૦૦૨માં આ મુખપત્ર નું કાર્યાલય કુકમા હતું જે સ્વ.નારણ ભાઈ ચૌહાણના અવસાન બાદ અંજાર લાવ્યા. ત્યારે શરૂઆતમાં આર્થિક રીતે પહોંચી વળવા હાલના મહાસભાના ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ શાંતિલાલભાઈ જેઠવાએ પોતાના અંગત નાણા રોકીને પણ આ મુખપત્ર ને ચાલુ રાખવા યોગદાન આપેલ જે પાછળથી તેઓને અર્પણ કરી દીધેલ હતા.મહાસભાના તત્કાલિન પ્રમુખ આદરણીય શ્રી કાન્તીલાલભાઈ જીવરામભાઈ જેઠવા એ સેતુ સમાજ સંદેશ ને પગભર બને અને નફો કરતું થાય તે માટે નિર્ણય લેવા માટે પણ પોતાના સંપૂર્ણ સહયોગ આપેલ હતો ,અને આજ સત્રમાં સેતુ સમાજ સંદેશ નફો કરતું થયું. તે માટે મહાસભા ત્યારના હોદેદારો અને તંત્રી શ્રી તથા સમાજ સંદેશની સમીતી અભિનંદન ના અધિકારી છે. સેતુ સમાજ સંદેશ પગભર થયું અને થોડો હાશકારો અનુભવ્યો ત્યાં જ વળી એક નવી સમસ્યા આવી મુખપત્રના રજીસ્ટ્રેશનનો પ્રશ્ન ઘણો સમય ચાલ્યો અને વચ્ચે થોડો સમય પોસ્ટ ના કારણે બે મહીને કે ત્રણ મહીને સેતુ સમાજ સંદેશનું પ્રકાશન કરવામાં આવ્યું.મુખપત્ર ના રજીસ્ટ્રેશન માટે વખતો વખત કાર્યવાહી કરવામાં અને દિલ્હી જઈ રજીસ્ટ્રેશન મેળવવા માટે.મહાસભા તત્કાલીન મંત્રી શ્રી વિનોદભાઈ લીલાધરભાઇ ચૌહાણ, વિનોદભાઈ મોહનલાલભાઈ ખોડીઆર, શ્રી અનીલ ભાઈ કેશવજીભાઈ ટાંક તત્કાલીન અધ્યક્ષ આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ વિશનજી ભાઈ પરમાર , શ્રી પરેશ ભાઈ રમણીકલાલભાઈ ચૌહાણ વગેરે ભાઈઓએ નિષ્ઠાપુર્વકના પ્રયત્નો કાર્ય અને સત્ર ૨૦૦૮ - ૨૦૧૧ ની શરૂઆતના દીવસો માજ આપણને મુખપત્ર "સેતુ સમાજ સંદેશ"નું રજીસ્ટ્રેશન સેતુ સમાજ સંદેશ ના નામે મળી ગયું. ત્યાર ના મહાસભા ના આદરણીય પ્રમુખ શ્રી રણજીતભાઈ હરજીભાઈ પરમાર – બાલાઘાટ તથા મંત્રી શ્રી વિનોદભાઈ ચૌહાણે જાતે દિલ્હી જઈ રજીસ્ટ્રેશન પત્ર લઇ આવ્યા. અને "સેતુ સમાજ સંદેશ" ત્યારબાદ "સેતુ સમાજ સંદેશ"ના નામે પ્રકાશિત થવા લાગ્યું. સત્ર ૨૦૧૧-૨૦૧૪ના મહાસભા ના પ્રમુખ આદરણીય શ્રી મણીલાલભાઈ કેશવજીભાઇ ચાવડા – રાયપુર આવ્યા અને સંચાલનની જવાબદારી શ્રી અજયભાઈ પ્રાગજીભાઈ પઢીઆરને સોંપી અને ખાસતો સેતું સમાજ સંદેશ મળવાની ફરિયાદ નિવારવા માટે પ્રિન્ટેડ સરનામાં સાથે કોથળીમાં પેક કરી સેતુ સમાજ સંદેશ ને સમાજબંધુ સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા અને તેમાં મહ્દ અંશે સફળ પણ થયા. પરંતુ છેલ્લા ત્રણ ચાર માસથી પોસ્ટના અનિયમિતતાને કારણે સેતુ સમાજ સંદેશ ના મળવાની ફરિયાદ ચિંતા ઉદભવે તેટલા પ્રમાણમાં હતી અને મહાસભા ના આદરણીય પ્રમુખ શ્રી કુંવરજીભાઈ રણછોડભાઈ ટાંકે આ પ્રશ્નનું નિરાકરણ કરવા સેતુ સમાજ સંદેશ ના અધ્યક્ષ અને સંચાલન સમીતીના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી સેતુ સમાજ સંદેશને વેબસાઈટ પર મુકવાનો નિર્ણય કર્યો. આશા છે આ વેબસાઈટ સમાજબંધુઓને રાષ્ટ્રીય મહાસભાના પ્રવાહ સાથે જોડી રાખશે અને દરેક ઘટકો અને મહાસભાની પ્રવૃતિ થી અવગત થવા પ્રબળ માધ્યમ બની રહેશે.

         અંતમાં આ સમગ્રયાત્રા નો હું સાક્ષી છું. અને ઈ.સ. ૧૯૯૭ થી સલાહકાર અને ૨૦૦૨ થી ૨૦૦૮ સુધી સેતુ સમાજ સંદેશ સંચાલન સમીતીના અધ્યક્ષ તરીકે ઈ.સ. ૨૦૦૮ થી ૨૦૧૧ સુધી સેતુ સમાજ સંદેશ વ્યવસ્થાપક સમીતી સભ્ય અને ૨૦૧૧ થી આજ પર્યેત સમાજ સંદેશના માર્ગદર્શક તરીકે સેવા આપી રહ્યો છું એટલે મારી જાણમાં અને મારા સ્મરણમાં છે. તે વિગત આ માધ્યમથી સમાજ બંધુઓ સમક્ષ મૂકી રહ્યો છું. હા એકવાતની ખાસ નોંધ લેવી જોઈએ કે સેતુ સમાજ સંદેશના કપરા કાળ માં ભુજ નિવાસી શ્રી વિનોદભાઈ લીલાધરભાઇ ચૌહાણે સત્ર ૨૦૦૮- ૨૦૧૧ દરમ્યાન મહાસભા ના મંત્રી અને સેતુ સમાજ સંદેશના મુખ્ય વ્યવસ્થાપક તરીકે પોતાની સેવા આપી અને આ મુખપત્ર ને ઉંચાઈમાં લઇ જવાના સફળ પ્રયત્નો કરેલ છે અને આજ પર્યંત મદદરૂપ થઈ રહેલ છે. સાથે સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી રીટાબેન વિનોદભાઈ ચૌહાણે જે ભુજમાં પોસ્ટ ખાતામાં ઉચ્ચ હોદા પર સેવા આપી રહ્યા છે તેમનો આભાર આસ્થળેથી ન પ્રગટ કરીએ તો તે મોટામાં મોટી ભૂલ ગણાય કારણકે આ યાત્રા દરમ્યાન જયારે જયારે પોસ્ટ ખાતાના કોઈ પણ પ્રશ્નો ઉભા થયા ત્યારે ત્યારે તેમના યોગદાન થી જ તેમનું નિવારણ આવેલ છે અને આજ પર્યંત તેઓ પોતાની રીતે સેતુ સમાજ સંદેશ ને મદદરૂપ થઇ રહેલ છે. તે બદલ શ્રી વિનોદભાઈ લીલાધરભાઈ ચૌહાણ દંપતી –ભુજનો પણ આસ્થળેથી ર્હ્યદય પૂર્વક આભાર પ્રગટ કરું છું.

         હાલમાં રાષ્ટ્રીય મહાસભાના મુખપત્ર સેતુ સમાજ સંદેશ ઈ.સ. ૨૦૦૨ થી આજ પર્યત અંજારમાં ગાયત્રી કોમ્પ્યુટર વાળા શ્રી અમિતભાઈ ધીરજલાલભાઈ સોની ટાઇપ સેટિંગનું કાર્ય કરી રહ્યા છે. અને જયારે જયારે કામ પડે છે ત્યારે આપણે પોતાના સમાજ બાંધવની જેમ વ્યવહાર કરી કામ પૂરું કરીં આપે છે. તે બદલ શ્રી અમિતભાઈ ધીરજલાલભાઈ સોનીનો પણ આ સ્થળેથી આભાર માનું છું.

         ઈ.સ. ૨૦૦૨ થી આજ પર્યંત સેતુ સમાજ સંદેશ ના કાર્યાલય માટે અંજાર સમાજે વ્યવસ્થા કરી આપેલ છે અને ફર્નિચર તેમજ ફોન બીલ પણ અંજાર સમાજ ભોગવે છે.અને મોભી ઘટક તરીકે મહાસભાનું આ કાર્ય આપણું જ કાર્ય છે તેમ સમજી ને સેતુ સમાજ સંદેશને સંપૂર્ણ સહકાર આપે છે. તે બદલ સમગ્ર મહાસભા અને સેતુ સમાજ સંદેશ સંચાલન સમીતી વતી અંજાર ઘટક નો પણ આ સ્થળેથી આભાર પ્રગટ કરું છું. આ વેબસાઈટ તૈયાર કરી તેને કાર્યરત કરવા અંજાર ઘટકના ઉત્સાહી યુવા કાર્યકર શ્રી હિતેશ ભોગીલાલભાઈ ચૌહાણે જહેમત ઉઠાવી આ સમગ્ર કાર્ય સફળતા પૂર્વક પાર પાડેલ છે તે માટે તે પણ ધન્યવાદના અધિકારી છે. ફરીને આ સમગ્ર ઘટના ક્રમની રજૂઆત કરવામાં મારાથી કોઈ કચાસ અથવા ભૂલ રહી જવા પામેલ હોય તો હું સમગ્ર સમાજ નો ક્ષમા પ્રાથું છું. અને આ બાબતે ક્યારે પણ મારુ અથવા સેતુ સમાજ સંદેશ સંચાલન સમીતીનું ધ્યાન દોરવામાં આવશે તો આપણે જરૂરથી આ નિવેદનમાં સુધારો કરી તેને સમાજ સમક્ષ મૂકશું જ ....

         જય સમાજ...


તા: ૧૮-૧૨-૨૦૧૪
સ્થળ :અંજાર
વિનોદભાઈ કેશવજીભાઈ પઢીઆર
માર્ગદર્શક શ્રી,
સેતુ સમાજ સંદેશ